ઈશ્વરનાં કેટલાં નામ છે?
શાસ્ત્રમાંથી જવાબ
ઈશ્વરનું ફક્ત એક જ નામ છે. હિબ્રૂ ભાષામાં એ નામ આ રીતે લખાય છે: יהוה મોટા ભાગે ગુજરાતીમાં એનું ભાષાંતર “યહોવા” થાય છે. a ઈશ્વરે પ્રબોધક યશાયા દ્વારા કહ્યું: “હું યહોવા છું. એ જ મારું નામ છે.” (યશાયા ૪૨:૮) બાઇબલની જૂની હસ્તપ્રતોમાં એ નામ આશરે ૭,૦૦૦ વાર જોવા મળે છે. બાઇબલમાં ઈશ્વર માટે વપરાયેલા ખિતાબો કરતાં ઈશ્વરનું નામ વધારે વખત વપરાયું છે. બાઇબલમાં જેટલા લોકોનાં નામ છે, એમાં યહોવા નામ સૌથી વધારે વખત જોવા મળે છે. b
શું યહોવાનાં બીજાં નામો છે?
બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વરનું ફક્ત એક જ નામ છે. પણ એમાં ઈશ્વર માટે ઘણા ખિતાબો વાપરવામાં આવ્યા છે. એમાંના અમુક ખિતાબો નીચે જણાવ્યા છે. એ દરેક ખિતાબથી આપણે ઈશ્વર વિશે કંઈક શીખી શકીએ છીએ.
ખિતાબ |
કલમ |
અર્થ |
---|---|---|
અલ્લાહ |
(નથી) |
“અલ્લાહ” અરબી ભાષાનો શબ્દ છે. એ નામ નથી પણ ખિતાબ છે, જેનો અર્થ થાય “ઈશ્વર.” અરબી ભાષા અને બીજી ભાષાના બાઇબલ ભાષાંતરમાં “ઈશ્વર” માટે “અલ્લાહ” શબ્દ વપરાયો છે. |
આનંદી ઈશ્વર |
તે હંમેશાં ખુશ રહે છે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૩૧. |
|
આલ્ફા અને ઓમેગા |
એનો અર્થ થાય, “પહેલો અને છેલ્લો” અથવા “શરૂઆત અને અંત.” એ બતાવે છે કે યહોવા પહેલાં ન કોઈ સર્વશક્તિમાન ઈશ્વર હતા, ન કોઈ તેમના પછી થશે. (યશાયા ૪૩:૧૦) ગ્રીક મૂળાક્ષરોમાં “આલ્ફા” પહેલો અને “ઓમેગા” છેલ્લો અક્ષર છે. |
|
ઈર્ષાળુ |
નિર્ગમન ૩૪:૧૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન |
લોકો બીજા કોઈ ઈશ્વરની ઉપાસના કરે એ યહોવા ચલાવી લેતા નથી. એનું ભાષાંતર આ રીતે પણ થયું છે, “તે એવા ઈશ્વર છે જે ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ થાય.”—નવી દુનિયા ભાષાંતર. |
ઈશ્વર |
જેની ભક્તિ થાય એ અને શક્તિશાળી ઈશ્વર. હિબ્રૂ શબ્દ એલોહીમ યહોવાનું ગૌરવ, તેમનો મહિમા અને તેમની મહાનતા બતાવે છે. |
|
ઈશ્વરોના ઈશ્વર |
બીજા બધા દેવો કરતાં મહાન ઈશ્વર.—યશાયા ૨:૮. |
|
ઉદ્ધાર કરનાર |
આપણને જોખમો અથવા વિનાશથી બચાવે છે. |
|
કુંભાર |
જેમ કુંભારને માટી પર અધિકાર હોય છે, તેમ યહોવાને બધા લોકો અને દેશો પર અધિકાર છે.—રોમનો ૯:૨૦, ૨૧. |
|
ખડક |
તેમનામાં આશરો લેવાથી આપણું રક્ષણ થાય છે અને તે જ ઉદ્ધાર કરે છે. |
|
છોડાવનાર |
ઈસુ ખ્રિસ્તે આપેલા બલિદાનની કિંમતને આધારે તે માણસજાતને પાપ અને મરણમાંથી છોડાવે છે અથવા પાછા ખરીદે છે.—યોહાન ૩:૧૬. |
|
પરમ પવિત્ર ઈશ્વર |
કોઈ પણ વ્યક્તિ કરતાં વધારે પવિત્ર છે. તેમનાં ધોરણો શુદ્ધ અને નિર્મળ છે. |
|
પાળક |
પોતાના ભક્તોની કાળજી રાખે છે. |
|
પિતા |
જીવન આપનાર. |
|
પ્રભુ |
ગીતશાસ્ત્ર ૧૩૫:૫, ઓરીજિનલ વર્ઝન બાઇબલ |
તે બધાના માલિક છે. |
પ્રાર્થનાના સાંભળનાર |
તે પોતે એવા દરેકની વિનંતીઓ સાંભળે છે, જેઓ પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે. |
|
મહાન શિક્ષક |
તે આપણા ભલા માટે શીખવે છે અને માર્ગદર્શન આપે છે.—યશાયા ૪૮:૧૭, ૧૮. |
|
વયોવૃદ્ધ |
તેમની કોઈ શરૂઆત નથી અને તે હંમેશાંથી છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ અસ્તિત્વમાં આવી એ પહેલાંથી તે છે.—ગીતશાસ્ત્ર ૯૦:૨. |
|
વિશ્વના માલિક |
તેમની પાસે જ સૌથી વધારે અધિકાર છે. |
|
સનાતન યુગોના રાજા |
તેમના રાજની કોઈ શરૂઆત નથી કે અંત નથી. |
|
સર્જનહાર |
તેમણે જ બધી વસ્તુઓ બનાવી.—પ્રકટીકરણ ૪:૧૧. |
|
સર્વશક્તિમાન ઈશ્વર |
તેમની શક્તિનો કોઈ પાર નથી. બાઇબલમાં હિબ્રૂ શબ્દ એલ-શદ્દાય ૭ વખત વપરાયો છે, જેનો અર્થ થાય, “સર્વશક્તિમાન ઈશ્વર.” |
|
સર્વોચ્ચ ઈશ્વર |
તેમની પદવી સૌથી ઊંચી છે. |
|
સર્વોપરી ઈશ્વર |
સૌથી મોટા રાજા. |
|
હું જે છું તે છું |
નિર્ગમન ૩:૧૪, ઓરીજિનલ વર્ઝન બાઇબલ |
પોતાનો હેતુ પૂરો કરવા જે જરૂરી હોય એ તે બને છે. એનું ભાષાંતર આ રીતે પણ થયું છે, “હું જે બનવા ચાહું છું, એ બનીશ.” (નવી દુનિયા ભાષાંતર) એનાથી યહોવા નામનો અર્થ સમજાય છે જે કલમ ૧૫માં આપ્યું છે.—નિર્ગમન ૩:૧૫. |
હિબ્રૂ શાસ્ત્રવચનોમાં જગ્યાઓનાં નામ
બાઇબલમાં આપેલી અમુક જગ્યાઓનાં નામમાં ઈશ્વરનું નામ છે. પણ એ ઈશ્વરનાં નામ નથી.
જગ્યાનું નામ |
કલમ |
અર્થ |
---|---|---|
યહોવા-નિસ્સી |
“યહોવા મારી નિશાનીનો થાંભલો છે” અથવા “યાહવે મારો વિજયધ્વજ.” (કોમન લેંગ્વેજ) યહોવા એવા ઈશ્વર છે જેમની પાસે તેમના ભક્તો રક્ષણ અને મદદ માટે દોડી જાય છે.—નિર્ગમન ૧૭:૧૩-૧૬. |
|
યહોવા-યિરેહ |
“યહોવા પૂરું પાડશે.” |
|
યહોવા-શામ્માહ |
હઝકિયેલ ૪૮:૩૫, ઓરીજિનલ વર્ઝન બાઇબલ |
‘યહોવા ત્યાં છે.’ |
યહોવા-શાલોમ |
“તને શાંતિ થાઓ.” |
કેમ ઈશ્વરનું નામ જાણવું જોઈએ અને તેમને એ નામથી બોલાવવા જોઈએ?
ઈશ્વર માટે તેમનું નામ યહોવા એટલું મહત્ત્વનું છે કે, તેમણે બાઇબલમાં પોતાનું નામ હજારો વખત લખાવ્યું છે.—માલાખી ૧:૧૧.
ઈશ્વરના દીકરા ઈસુએ વારંવાર જણાવ્યું હતું કે ઈશ્વરનું નામ વાપરવું કેટલું જરૂરી છે. દાખલા તરીકે, યહોવાને પ્રાર્થના કરતી વખતે તેમણે કહ્યું હતું: “તમારું નામ પવિત્ર મનાઓ.”—માથ્થી ૬:૯; યોહાન ૧૭:૬.
ઈશ્વર સાથે દોસ્તી બાંધવાનું પહેલું પગલું છે, તેમનું નામ જાણવું અને તેમને એ નામથી બોલાવવા. (ગીતશાસ્ત્ર ૯:૧૦; માલાખી ૩:૧૬) જેઓ યહોવા સાથે દોસ્તી બાંધે છે, તેઓ આ વચન પૂરું થતા જુએ છે: “હું તેને બચાવીશ, કેમ કે તેને મારા પર પ્રેમ છે. હું તેનું રક્ષણ કરીશ, કેમ કે તે મારું નામ જાણે છે.”—ગીતશાસ્ત્ર ૯૧:૧૪.
બાઇબલ સ્વીકારે છે કે, “સ્વર્ગમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો તો ઘણા છે અને એવા તો ઘણા ‘દેવો’ તથા ઘણા ‘પ્રભુઓ’ છે.” (૧ કોરીંથીઓ ૮:૫, ૬) પણ બાઇબલ સાફ સાફ જણાવે છે કે ફક્ત એક જ સાચા ઈશ્વર છે, જેમનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.
a અમુક હિબ્રૂ વિદ્વાનો ઈશ્વરના નામ માટે “યાહવેહ” વાપરવાનું વધારે પસંદ કરે છે.
b યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે, જે બાઇબલમાં આશરે ૫૦ વાર જોવા મળે છે. આ ટૂંકું રૂપ “હાલેલુયાહ” શબ્દમાં પણ વપરાયું છે જેનો અર્થ થાય, “યાહનો જયજયકાર કરો!”—પ્રકટીકરણ ૧૯:૧; ઓરીજિનલ વર્ઝન બાઇબલ.